ભારત અને ઓસ્ટ્રેલિયા ની વરસાદને કારણે બીજી મેચ રદ

40
Loading...

Match એક જ ઈનિંગ પણ પૂરી ન રમી શકાઈ

ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદની જોરદાર બોલિંગના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાના વરસાદથી પ્રભાવિત બીજી ટી20 મેચમાં અહીં 19 રન ઓવરમાં 7 વિકેટે 132 રન પર જ રોકી લીધું હતું.

19મી ઓવર પૂરી થયા બાદ વરસાદ શરૂ થઈ ગયો અને મેચ રોકવી પડી.

અહીં ડકવર્થ લૂઈસ પદ્ધતિને કારણએ તેને જીત માટે 19 ઓવરમાં 137 રનનું લક્ષ્ય મળ્યું હતું.

પછી 11 ઓવરમાં 90 રનનું લક્ષ્ય મળ્યું. જોકે, તે પછી પણ મેચ શરૂ ન થઈ શકી અને મેચને રદ કરી દેવામાં આવી.

આ રીતે ઓસ્ટ્રેલિયા સીરીઝમાં 1-0થી આગળ રહ્યું છે.

ત્રીજી મેચ સિડનીમાં 25મી નવેમ્બરે રમાશે.

ઓસ્ટ્રેલિયાની શરૂઆત રહી ખરાબ

ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેના ટોપ ક્રમના પાંચ બેટ્સમેનોમાંથી કોઈપણ 20 રન સુધી પહોંચી શક્યું ન હતું.

મીડલ ઓર્ડરમાં રમવા આવેલા મેકડરમૉટે સૌથી વધુ 32 રન બનાવ્યા.

ભુવનેશ્વરે 3 ઓવરમાં 20 રન આપી બે વિકેટ લીધી, જ્યારે ખલીલ અહમદે 39 રન આપી બે વિકેટ ઝડપી.

ભારતે જીત્યો હતો ટોસ

વિરાટ કોહલીએ ટોસ જીતી ફરીથી પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.

ભારતીય બોલરોએ પરિસ્થિતિઓનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને આઉટ ધ્વસ્ત કરવામાં કોઈ કસર ન છોડી.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડી આર્સી શોર્ટે 14 રન બનાવ્યા, તો એરોન ફિંચ ઝીરોમાં આઉટ થઈ ગયો. ક્રિસ લીન પણ 13 રન જ બનાવી શક્યો.

ગ્લેન મેક્સવેલ 19 તો માર્કસ સ્ટોઈનિસે 4 રન બનાવ્યા.એલેક્સ કેરી 4 રને અને નાથન કોલ્ટર-નાઈલ 18 રને આઉટ થઈ ગયો.

જ્યારે બેન મેકડરમૉટે સૌથી વધુ 32 રને અને એન્ડ્રુ ટાઈ 12 રને અણનમ રહ્યા હતા.

ભુવનેશ્વર અને ખલીલે ઝડપી 2-2 વિકેટ

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદે 2-2 વિકેટ ઝડપી હતી.

જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

બાકી બાપુ ભારે ચમત્કારિક હો!! – આખા ગામની ઘરે ઘરની વાત જાણતા અંતર્ધ્યાન ને ચમત્કારી બાવાની રહસ્યમયી વાત, વાંચો મુકેશ સોજીત્રાની કલમે …

તમને કદાચ ગમશે

Loading...