બીજી T20માં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવીને સીરીઝ પણ જીતી

IND vs SL

IND vs SL :   ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે વિક્ષેપિત મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે શ્રેણી જીત સાથે શરૂઆત કરી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેણી જીતીને કોચ તરીકે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી છે. IND vs SL સીરિઝની ત્રીજી અને છેલ્લી ટી20 મેચ મંગળવારે (30 જુલાઈ) પલ્લેકેલેમાં રમાશે.

યુવા ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. શુભમન ગિલની જગ્યાએ સંજુને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. ગિલ ગરદનમાં ખેંચાણના કારણે આ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. યશસ્વીએ 30 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન સૂર્યાએ 12 બોલમાં 26 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા 18 રન બનાવી અણનમ પરત ફર્યો હતો જ્યારે પંતે 2 અણનમ રન બનાવ્યા હતા.

161 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના સ્કોરમાં માત્ર 6 રન જ ઉમેરાયા હતા ત્યારે વરસાદે ફરીથી દસ્તક આપી હતી. ત્યારબાદ ભારતે આ રન 3 બોલમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. આ પછી ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો સુધારિત ટાર્ગેટ મળ્યો હતો. મેચમાં ટોસ પણ મોડેથી થયો હતો. વરસાદના કારણે આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે ટોસમાં પણ વિલંબ થયો હતો.

નોંધનીય છે કે  ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે વિક્ષેપિત મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે શ્રેણી જીત સાથે શરૂઆત કરી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેણી જીતીને કોચ તરીકે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી છે. IND vs SL સીરિઝની ત્રીજી અને છેલ્લી ટી20 મેચ મંગળવારે (30 જુલાઈ) પલ્લેકેલેમાં રમાશે.

આ પણ વાંચો –પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું નેતૃત્વ પીવી સિંધુ અને શરથ કમલે કર્યું, જુઓ VIDEO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *