ભારત માટે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની દિશામાં પગલું ભર્યું છે. તેણે રવિવારે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સોમવારે, મિશ્ર ટીમ ઇવેન્ટમાં, તેણે સરબજોત સિંહ સાથે મળીને ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. આ ભારતીય જોડીએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ભારતની મેડલની આશા વધારી દીધી છે.
મનુએ રવિવારે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી, જેણે ભારતને ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં 12 વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. મનુ અને સરબજોતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મેડલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેઓ મંગળવારે કોરિયા સામે ટકરાશે.
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સતત ત્રીજા દિવસે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. સોમવારે, મનુ, જેણે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ઇવેન્ટના ક્વોલિફાયર્સમાં ભાગ લીધો હતો, સરબજોત સિંહ સાથે મળીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. કુલ 580 પોઈન્ટ સ્કોર કરીને, આ જોડીએ ટોપ 4માં પોતાનું સ્થાન જાળવી રાખીને ફાઈનલ માટે ક્વોલિફિકેશન મેળવ્યું. મનુ ભાકરે 98, 98 જ્યારે સરબજોતે 95 અને 97 રન બનાવ્યા હતા. મનુનો કુલ સ્કોર 291 હતો જ્યારે સરબજોતે 289 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીએ લગાવ્યા ‘અલ્લાહ હુ અકબર’ ના નારા,જાણો પછી શું થયું….જુઓ વીડિયો