દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે થયું અવસાન, ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના…

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયથી લીધુ.

1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. ટાટા ગ્રુપના ચેરમેન હતા ત્યારે તેમણે અનેક નવી કંપનીઓ સ્થાપી. જેમાં ટાટા નેનો, ટાટા મોટર્સ, અને ટાટા સ્ટીલ સામેલ છે. 

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા 2012 સુધી ટાટા ગ્રુપના વડા હતા. તેમણે લગભગ 22 વર્ષ બાદ 78 વર્ષની ઉંમરે આ પદ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ગ્રૂપની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને ઈન્ફોસિસ અને વિપ્રો કરતાં આગળ લાવ્યા.

પીટીઆઈના અહેવાલ મુજબ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. રોયટર્સના અહેવાલ મુજબ, રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. ટાટા ગ્રૂપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમના ખરાબ સ્વાસ્થ્યની પુષ્ટિ કરવામાં આવી હતી.

તેમના મૃત્યુ પછી ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પણ તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને રતન ટાટાના મૃત્યુની પુષ્ટિ કરી છે.

રતન ટાટાનું નિધન એક વ્યક્તિગત ક્ષતિ ઉપરાંત ભારતીય ઉદ્યોગ માટે એક ન પૂરાય એવી ખોટ છે. તેમના યોગદાન અને નેતૃત્વ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સમગ્ર દેશ ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યો છે. રતન ટાટાનો વ્યવસાયિક દ્રષ્ટિકોણ હંમેશા સમાજ પ્રત્યે જવાબદારી અને નૈતિકતા પર કેન્દ્રીત રહ્યો. તેમણે પોતાના ઉદ્યોગને ફક્ત લાભ માટે જ નહીં પરંતુ સમાજના વિકાસ માટે પણ સંચાલિત કર્યો.

તેમના કાર્યોએ ટાટા ગ્રુપને જ નહીં પરંતુ ભારતીય ઉદ્યોગ જગતને પણ એક નવી દિશા આપી. તેમણે CSR (Corporate Social Responsibility) ઉપર પણ ભાર મૂક્યો, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. 

 

આ પણ વાંચો: દેશના એ નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો કારણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *