ઇઝરાયેલે હુથી પર પલટવાર કરતા કરી એરસ્ટ્રાઇક, 3 લોકોના મોત

હુથી

હુથી બળવાખોરોએ તેલ અવીવ શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે પશ્ચિમ યમનમાં કેટલાક બળવાખોર જૂથના લક્ષ્યો પર હુમલો કરીને બદલો લીધો. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે. ઓક્ટોબરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યેમેનની ધરતી પર ઇઝરાયેલ દ્વારા આ પહેલો હુમલો છે.આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હુથિ ઓનો ગઢ ગણાતા પશ્ચિમી બંદર શહેર હોદેદાહમાં તેની ઘણી જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં ઈઝરાયેલ પર થયેલા સેંકડો હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હુતી વિદ્રોહી જૂથના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલસલામએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે યમન પર “ઇઝરાયેલ હુમલો” કરવામાં આવ્યો હતો, જેમાં ઇંધણ સંગ્રહ સુવિધાઓ અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. અબ્દુલસલમે કહ્યું કે ઈઝરાયેલ આ હુમલાઓ દ્વારા લોકોની તકલીફ વધારવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો યમન પર ગાઝાને સમર્થન આપવાનું બંધ કરવા માટે દબાણ બનાવવા માટે પણ કરવામાં આવ્યો હતો. અબ્દુલસલમે કહ્યું કે હુમલાઓ યમનના લોકો અને તેના સશસ્ત્ર દળોને ગાઝાને સમર્થન આપવા માટે વધુ મજબૂત કરશે. યમનની સુપ્રીમ પોલિટિકલ કાઉન્સિલના વડા, મોહમ્મદ અલી અલ-હુથીએ યમનના હુથી બળવાખોરો દ્વારા નિયંત્રિત મીડિયા જૂથ, અલ-મસિરાહ ટીવી પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તેના જવાબમાં અનેક ઘાતક હુમલાઓ કરવામાં આવશે.” તેણે બંદર અને સ્થાનિક વીજ કંપનીઓ પર તેલ અને ડીઝલ સંગ્રહ સુવિધાઓને લક્ષ્યાંકિત કરી છે, જેના પરિણામે ઘણા લોકોના મૃત્યુ અને ગંભીર ઇજાઓ થઈ છે

આ પણ વાંચો – કેદારનાથમાં ભૂસ્ખલન થતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,અનેક ગંભીર ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *