મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ ( budget 2024 ) આજે સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ મંગળવારે સંપૂર્ણ બજેટ( budget 2024 )રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી 3.0નું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું બજેટ છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં મોદી સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતની રૂપરેખા તૈયાર કરશે. બજેટમાં છેલ્લા 10 વર્ષમાં સરકારની કામગીરી પણ દર્શાવવામાં આવશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટથી તમામ વર્ગને અપેક્ષાઓ છે, ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો, વેપારી વર્ગ અને નોકરીયાત લોકો. આ ઉપરાંત, સરકાર પાસે નાણાકીય સમજદારી જાળવીને વિકસિત ભારત 2047 વિઝનને અનુરૂપ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં પહેલને પ્રોત્સાહન આપવાની અપેક્ષા રાખવામાં આવશે.
આ પણ વાંચો –કાવડ યાત્રા રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,ત્રણ રાજ્યોને ફાળવી નોટિસ
મોદી સરકાર 3.0 નું આ પ્રથમ બજેટ છે આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે તેમનું ( ( budget 2024 ) બજેટ ભાષણ શરૂ કરશે. નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હશે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર સીડી દેશમુખ પછી બીજા નાણાં મંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટ 2024 પહેલા એનડીએએ સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં ગૃહના સંચાલન અને વિપક્ષનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટ રજૂ થયા બાદ બજેટના મહત્વના મુદ્દાઓ તમામ સહયોગી પક્ષો સાથે શેર કરવામાં આવશે જેથી બધા એકમત થાય.
આ પણ વાંચો –હરિયાણામાં પૂર્વ સૈનિકની ક્રૂરતા, 6 મહિનાના બાળક સહિત પરિવારના 5 સભ્યોની કરી હત્યા