અમદાવાદ રોટરી કલબે જિંદગી બચાવનાર ASI આસીફ શેખને એનાયત કર્યો REAL HEROનો એવોર્ડ

REAL HERO

REAL HERO :  રોટરી ક્લબ ઓફ અમદાવાદ કે જે સમાજના સામન્ય વર્ગ ના લોકોને મદદરૂપ બનવાના આશયથી અવિરત સેવાકિય કાર્ય કરે છે. સમાજમાં સેવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. અમદાવાદમાં 2023-24ના એવોર્ડ સમારોહનો એક ભવ્ય કાર્યક્રમ પ્લેનેટ લેન્ડમાર્ક હોટલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી કલબ તરફથી વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહેમદાવાદના મૂળ વતની અને ખેડામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ આસીફ શેખને રીયલ હીરોનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ એવોર્ડમાં તેમને અકસ્માતમાં પ્રેમભાઇને બચાવવા બદલ આપવામાં આવ્યો હતો. રોટરી કબના પ્રમખે આસીફ શેખને એવોર્ડ આપ્યો હતો આ એવોર્ડ સ્વીકારતા સમયે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સભ્યોએ તેમને ઉભા થઇને તેમનો દિલથી સન્માન કર્યો હતો.

 રોટરી કબબના ડિસ્ટ્રીક ગર્વનરે મોહન પરાસરે મોહમ્મદ આસીફની બહાદુરીના વખાણ કર્યા હતા અને જિંદગીના બહાદુર વ્યક્તિ તરીકે બિરાદાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે મદદ કરનારાની મદદ ભગવાન પણ કરે છે. આ કાર્યક્રમાં એવોર્ડ સ્વીકારનાર મોહમ્મદ આસીફે કહ્યું હું ભગવાનમાં માનું છું અને તેમની બચાવનાર ભગવાન છે હુ તો નિમિત્ત માત્ર છું આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે માની દુઆ કામ કરી ગઇ.

રોટરી કલબના આ એવાર્ડ સમારોહામાં રોટરી કલબના પ્રમુખ વૈશાલી શ્રીમાળી, ડિસ્ટ્રીક ગર્વનર મોહન પરાસર. RTN AG મિલન શાહ અને RTN સેક્રેટરી નિર્મલ માહિર સહિત રોટરી કબના સભ્યો સાથે અન્ય આંમત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રીતે બચાવી જિંંદગી (REAL HERO )

ખેડાના કાજીપુર પાસે એક કાર પલટી ગઇ અને સીધી વીજ થાંભલાને અથડાઇ અને હાઇવોલ્ટેજ વીજના વાયરો કાર પર પડ્યા અને આગના તણઘલા થવા લાગ્યા, આ કારમાં બેઠેલા પ્રેમાચભાઇ બેહોશ થઇ ગયા હતા અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. આ અકસ્માતની જાણ ASI આસીફને થઇ હતી અને સત્વરે તે ઘટનાસ્થળે પહોચ્યા હતા,આ અક્સમાત સ્થળે લોકોનો ટોળા ભેગા થઇ ગયા હતા પણ કોઇપણ પ્રેમાચભાઇને બચાવ આગણ આવ્યા નહીં, એવા સમયે આસીફે હિમ્મત કરીને પ્રમભાઇને કારમાંથી ભારે જહેમત બાદ કાઢ્યા અને તેમને ખેડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ રીયલ બહાદુરે પોતાની જાન જોખમમાં નાંખીને એક વ્યક્તિને બચાવ્યા હતા.આ હીરોને એક સલામ….

આ પણ વાંચો-  કારગિલ શહેરનું નામ જાણો કેવી રીતે પડ્યું, શું છે વીરોની ભૂમિનો ઇતિહાસ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *