ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર દુકાનો આગળ નામ લખવાના નિર્ણય પર હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોટો હુમલો કર્યો છે. સરકારના નિર્ણયને બંધારણ વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે રાજ્યની યોગી સરકાર ધર્મના આધારે રાજ્યનું વિભાજન કરી રહી છે. જ્યાં ભાજપને ફાયદો થાય છે ત્યાં તે વિશ્વાસ ભૂલી જાય છે. સરકાર દ્વારા જાણી જોઈને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે બંધારણનો ભંગ કરવા સમાન છે.
AIMIM ના ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોઈક વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. અમરનાથમાં પૂજાની વસ્તુઓ વેચનારા અને ઘોડાના માલિક મુસ્લિમ છે. આ ભાજપની નફરતની રાજનીતિ છે. નામ રાખવામાં શું ભૂલ છે? જો તે ખોટું ભોજન પીરસે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે, પરંતુ નામ રાખવામાં કેમ મુશ્કેલી છે. સબકા સાથ સબકા વિકાસ શું છે? આખરે ભાજપનું સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર ક્યાં ગયું? તમે માત્ર એક જ તહેવાર માટે આવા પગલા લઈ રહ્યા છો, જ્યારે દેશમાં દર વર્ષે હજારો તહેવારો આવે છે.
શું છે સમગ્ર મામલો?
યુપીમાં કંવર યાત્રા શરૂ થતા પહેલા મુઝફ્ફરનગરમાં આદેશ જારી કરવામાં આવ્યો હતો. જેમાં કાવડ યાત્રા રૂટ પર આવતી દુકાનો, ઢાબા અને સ્ટોલ પર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે, તે કોની દુકાન છે અને અહીં કામ કરતા લોકો કોણ છે. આ પછી, યુપી સરકાર દ્વારા તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે. જો કે કેટલાક સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો – વિશ્વની આ 10 સુંદર અને ઐતિહાસિક મસ્જિદ વિશે જાણો!
આ પણ વાંચો – T-Seriesના ભૂષણ કુમારની કઝિન બહેન તિષાનું 21 વર્ષની વયે નિધન