નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને ( relief in income tax )મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ પ્રણાલીમાં (relief in income tax) સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે નવા ટેક્સ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3 લાખથી 7 લાખ રૂપિયાની વચ્ચે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 7 થી 10 લાખની આવક પર 10 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. તે જ સમયે, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે. 15 લાખથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. જો કે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Revised tax rate under the new tax system ( relief in income tax)
₹0-3 લાખ – 0%
₹3-7 લાખ – 5%
₹7-10 લાખ – 10%
₹10-12 લાખ – 15%
₹12-15 લાખ – 20%
₹15 લાખથી વધુ – 30%
સરકાર GSTને સરળ બનાવશે ( Revised tax )
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે સરકાર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને વધુ સરળ અને તર્કસંગત બનાવવાનો પ્રયાસ કરશે. આ એક એવું પગલું છે જે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. સરકારે કસ્ટમ ડ્યુટીના દરોને તર્કસંગત બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રીએ કેન્સરની સારવારમાં વપરાતી વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી મુક્તિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે GSTએ સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઘટાડ્યો છે અને ઉદ્યોગ માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો-મોદી સરકારના સામાન્ય બજેટમાં શું થયું સસ્તું અને મોંઘું,જુઓ યાદી