દક્ષિણ ગુજરાત માં આગામી ત્રણ કલાક ભારે : રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના લીધે તંત્ર એલર્ટ મોડ પર. અનઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રહેવા નિર્દેશ આપ્યા છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જયારે અન્ય રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે
રાજ્યમાં આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદ થશે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ, નર્મદા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેરા, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.