બાંગ્લાદેશ માં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા અને વધતી બેરોજગારી સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે. ગુરુવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને સરકારી ટીવી ચેનલના હેડક્વાર્ટરને આગ ચાંપી દીધી હતી. જેથી આજે એટલે કે શુક્રવારે તેઓએ જેલ પર હુમલો કર્યો હતો. તેમાં કેદ સેંકડો કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓએ જેલને પણ આગ લગાવી દીધી હતી. આ પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. પાડોશી દેશની સ્થિતિના આધારે વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ગંભીર મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ જેલમાં આગ લાગવાની ઘટના નરસિંગડી જિલ્લામાં બની હતી. શુક્રવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેલમાં પ્રવેશ્યા હતા અને સેંકડો કેદીઓને મુક્ત કર્યા હતા. આ પછી તેઓએ જેલને આગ લગાવી દીધી. એનડીટીવીના અહેવાલ મુજબ, આ જેલની નજીક રહેતા એક વ્યક્તિએ કહ્યું કે તેણે ઓછામાં ઓછા 20 લોકોને જેલમાંથી ભાગતા જોયા છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં હાલમાં સ્થિતિ ઘણી ગંભીર છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. પોલીસ ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ નોકરીની જોગવાઈને લઈને સરકારથી ભારે નારાજ છે.
વિદ્યાર્થીઓ કેમ ગુસ્સે છે?
બાંગ્લાદેશ માં સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે છે. યુવાનો તેનાથી ખુશ નથી અને આ સિસ્ટમને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ સિસ્ટમથી વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીના નેતાઓને વધુ ફાયદો થશે અને તેની જગ્યાએ મેરિટ સિસ્ટમ લાવવી જોઈએ. જેલમાં આગની ઘટના બાદ હવે સેંકડો ગુનેગારો રસ્તાઓ પર છૂટથી ફરી રહ્યા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. બાંગ્લાદેશી અધિકારીઓએ ચોક્કસપણે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે પરંતુ આ પછી શું કરવામાં આવી રહ્યું છે તેની કોઈ માહિતી શેર કરી નથી.
આ પણ વાંચો – એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય
આ પણ વાંચો – સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક, જાણો WHOએ શું આપી ચેતવણી