એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય

મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે શુક્રવારે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને દામ્બુલાના મેદાન પર 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ફિફ્ટી ચૂકી ગયા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 85 રનની મજબૂત ભાગીદારી કરી હતી. મંધાનાએ 31 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી. તે દસમી ઓવરમાં સૈયદા અરુબ શાહનો શિકાર બની હતી. સૈયદાએ 12મી ઓવરમાં શેફાલીને બોલ્ડ કરી, જેણે 29 બોલમાં 40 રન બનાવ્યા. તેણે 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. નશરા સંધુએ 13મી ઓવરમાં દયાલન હેમલતા (11 બોલમાં 14)ને પોતાની જાળમાં ફસાવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 5 રન બનાવીને અણનમ રહી હતી અને જેમિમાહ રોડ્રિગ્સ 3 રન બનાવીને અણનમ રહી હતી.

એશિયા કપ ની પ્રથમ મચેમાં  પાકિસ્તાનનો દાવ 19.2 ઓવરમાં 108 રનમાં સમેટાઈ ગયો હતો. સિદ્રા અમીને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 25 રનની ઇનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. પાકિસ્તાનની ખરાબ હાલતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સાત ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નથી. ટોસ જીતીને બેટિંગ કરવા આવ્યા બાદ પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ગુલ ફિરોઝા (5) અને મુનીબા અલી (11) ચોથી ઓવર સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા. આલિયા રિયાઝ (6) અને કેપ્ટન નિદર દાર (8) લાંબો સમય ટકી શક્યા નહીં. તૂબા હસને 19 બોલમાં 22 રન બનાવ્યા હતા. ફાતિમા સના 16 બોલમાં 22 રન બનાવીને અણનમ રહી હતી. તેણે એક ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનને 100ની પાર પહોંચાડી દીધું. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલે બે-બે માર્યા. ટૂર્નામેન્ટમાં ભારતનો બીજો મુકાબલો રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે થશે.

આ પણ વાંચો – ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *