ગોંડા બાદ હવે મુરાદાબાદથી રેલ દુર્ઘટના સામે આવી છે. જ્યાં શનિવારે સાંજે રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના એક પછી એક નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડી ગોંડાથી ગાઝિયાબાદ જઈ રહી હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને કારણે અપ અને ડાઉન લાઇનની ટ્રેનોને માઠી અસર થઈ છે. રેલવેએ દિલ્હી અને અંબાલા રૂટ પર ટ્રેનોને વૈકલ્પિક રૂટથી ચલાવવાનો આદેશ આપ્યો છે. સદભાવના, માલદા ટાઉન, નૌચંડી એક્સપ્રેસ અને અપ સાઇડ શ્રમજીવી, સદભાવના સહિત 15 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આ રેલ દુર્ઘટના બાદ રેલ્વેએ હાપુડ ખાતે ગાઝિયાબાદ-મુરાદાબાદ મેમુ રદ કરવી પડી. બીજી તરફ રેલ્વેની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતના થોડા સમય પહેલા સુપરફાસ્ટ શતાબ્દી એક્સપ્રેસ સહિત ત્રણ પેસેન્જર ટ્રેન અપ અને ડાઉન લાઈનો પરથી પસાર થઈ હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
દુર્ઘટનાગ્રસ્ત માલસામાન ટ્રેનના ક્રૂ મેમ્બર ઈકબાલ અને અમિતની ફરજ મુરાદાબાદથી બદલી દેવામાં આવી હતી. તેમના કહેવા પ્રમાણે, અકસ્માત પહેલા એન્જિનથી લઈને ટ્રેક સુધી કોઈ સમસ્યા નહોતી. સાંજે 6:57 વાગ્યે અમરોહા રેલ્વે સ્ટેશન છોડ્યા બાદ, આઉટર પરના ગેટ નંબર 27 પાસે સાંજે 7:06 વાગ્યે, અચાનક એન્જિનનું દબાણ ઘટી જવાને કારણે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. એક પછી એક નવ કોચ પાટા પરથી ઉતરી ગયા. અકસ્માત બાદ થયેલા જોરદાર વિસ્ફોટથી આસપાસની વસ્તી પણ હચમચી ઉઠી હતી. અરાજકતા વચ્ચે હજારોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. આ ઘટના અંગે રેલ તંત્ર પર અનેરક સવાલ ઉઠ્યા છે.
આ પણ વાંચો – NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો