ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સંખ્યમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. શંકાસ્પદ કેસોની સંખ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસના શંકાસ્પદ કેસો 100ને પાર પહોચ્યા છે. આ શંકાસ્પદ વાયરસના કેસો ગુજરાતમાં 101 નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 38 દર્દીઓના મોત નિપજ્યા છે. 101 કેસોમાંથી 22 કેસ પોઝિટીવ મળી આવ્યા છે. પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ ચાંદીપુરા રોગ વકર્યો હોવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને યુદ્વના ધોરણે કામે લાગી ગયું છે. 24,882 ઘરોમાં સર્વેલન્સવની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા- પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ જાણો શું છે
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસ 0 માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે માખી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય માખી લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ગંદકી અને મચ્છરનો ઉરદ્વવ હોય છે ત્યાં ફેલાવવાની ભીતિ છે. કાચા મકાન અને ઘરની આજુબાજુએ ગંદકૂ કાદવ હોય ત્યાં ચાંદીપુરા વાયરસ ફેલાવવાની સંભાવના વધી જાય છે. આ રોગ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
બાળકને સખત તાવ આવવોૉ
ઝાડા, ઉલટી થવા
ખેંચ આવવી
અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
– બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહી.
– બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
– સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
– મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
આ પણ વાંચો –ગુજરાતના 168 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ ખાબક્યો