વિમાન દુર્ધટના : નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે. પ્લેન એક્સિડન્ટની વાત કરીએ તો છેલ્લા 54 વર્ષમાં 11788 પ્લેન ક્રેશ થયા છે, જેમાં 85 હજારથી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.
દુનિયાના સૌથી મોટી વિમાન દુર્ધટના ની વાત કરીએ તો આ ક્રેશ 27 માર્ચ, 1977ના રોજ લોસ રોડિઓસ એરપોર્ટ પર થયો હતો. આ દુર્ઘટનામાં પાન એર અને કેએલએમ એરલાઈન્સના વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ 583 મુસાફરો અને ક્રૂ મૃત્યુ પામ્યા હતા, જે વિશ્વની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક છે, જેમાં 234 મુસાફરો અને KLM ના 14 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પામ પાનના 396 મુસાફરોમાંથી 335ના મોત થયા હતા.
પહાડ સાથે પ્લેન અથડાયું, 520 લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વનો બીજો સૌથી મોટો અકસ્માત 12 ઓગસ્ટ, 1985ના રોજ ટોક્યોથી લગભગ 100 કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં જાપાન એરલાઈન્સની ફ્લાઈટ 123 ટોક્યોથી ઓસાકા જઈ રહી હતી. ટેકઓફના લગભગ 32 મિનિટ બાદ પ્લેન ટાકામાગહારા પર્વત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 520 લોકોના મોત થયા હતા, જેમાં 509 મુસાફરો અને 15 ફ્લાઈટ ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટના અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે, જેમાં વિમાનમાં સવાર સૌથી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે.
હવામાં બે વિમાનો અથડાયા, 349 લોકોએ જીવ ગુમાવ્યા
દુનિયાની ત્રીજી સૌથી મોટી વિમાન દુર્ઘટના દિલ્હીના ચરખી દાદરીમાં થઈ હતી. 12 નવેમ્બર 1996ના રોજ થયેલા આ અકસ્માતમાં ચિમકેન્ટથી દિલ્હી આવી રહેલી કઝાકિસ્તાન એરલાઈન્સની ફ્લાઈટ 1907 અને દિલ્હીથી ધહરાન જઈ રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ 763 એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 349 લોકોના મોત થયા હતા. આ હવાઈ દુર્ઘટના હવામાં થતી સૌથી ખતરનાક અકસ્માતોમાંની એક છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક પણ મુસાફર બચી શક્યો નથી.
પેરિસ નજીકના જંગલમાં પ્લેન ક્રેશ, 346 લોકોએ જીવ ગુમાવ્યા
તુર્કી એરલાઈન્સ વિશ્વના ચોથા સૌથી મોટા અકસ્માતમાં સામેલ છે. ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ 981 ઓર્લી એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફના થોડા સમય બાદ પ્લેનનો કાર્ગો ગેટ પ્લેનથી અલગ થઈ ગયો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો. આ પછી પ્લેનનો ઉપરનો માળ તૂટી ગયો હતો. થોડા સમય પછી, ડાઇવિંગ કરતી વખતે પ્લેન પેરિસના ઉત્તર-પૂર્વમાં એક જંગલમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 346 મુસાફરોના મોત થયા હતા.
આયર્લેન્ડમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 329 લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વની સૌથી મોટી દુર્ઘટના ભારતની એર ઈન્ડિયા સાથે જોડાયેલી છે. 23 જૂન, 1985ના રોજ, એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 ટોરોન્ટોથી ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ મોન્ટ્રીયલથી લંડન થઈને દિલ્હી પહોંચવાની હતી. આયર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ કિનારા પાસે પ્લેનના કાર્ગોમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 307 મુસાફરો અને 22 ક્રૂ મેમ્બરના મોત થયા હતા
આ પણ વાંચો- નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા 18 મુસાફરોના મોત, જુઓ વીડિયો