બંગાળમાં ભાજપના બે સાંસદો TMCમાં જોડાશે,આ વરિષ્ઠ નેતાએ કર્યો મોટો દાવો

TMC Kunal Ghosh

TMCના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવો કર્યો છે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 21 જુલાઈએ યોજાનારી શહીદ દિવસની ઉજવણી દરમિયાન ભાજપના બે સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.

TMCના ઘોષે દાવો કર્યો કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના 12 સાંસદો ચૂંટાયા છે અને તેમાંથી બે અમારા સંપર્કમાં છે. તેમણે અમારો સંપર્ક કર્યો છે અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે અને 21 જુલાઈના કાર્યક્રમ દરમિયાન પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે આ સાંસદોની ઓળખ અત્યારે જાહેર કરી શકાય નહીં. ઘોષે કહ્યું કે આ સાંસદો તાજેતરમાં જ ચૂંટાયા છે. તેથી, તૃણમૂલ નેતૃત્વએ તેમને પક્ષપલટા વિરોધી કાયદાના દાયરામાં ન આવવા માટે થોડો સમય રાહ જોવાની સલાહ આપી છે.

TMCના ઘોષે  વધુમાં કહ્યું કે આ મામલે માત્ર મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી જ આ મામલે અંતિમ નિર્ણય લેશે.’ બીજેપીના બંગાળ એકમના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે ઘોષના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું, ‘કુણાલ ઘોષ વારંવાર આવા નિવેદનો આપે છે જેને ગંભીરતાથી લેવો જોઈએ નહીં.’ મજમુદારે કહ્યું, ‘ચાલો 21 જુલાઈ સુધી રાહ જોઈએ. ઘોષ જેવા નેતાઓના આવા જ દાવા આપણે પહેલા જોયા છે. તેઓ પ્રચાર માટે આવા નિવેદનો કરવા માટે જાણીતા છે. ભાજપે કહ્યું કે ટીએમસી હંમેશા આવા દાવા કરે છે. હવે આ લોકોની વાતને કોઈ ગંભીરતા ન આપવી જોઈએ

ટીએમસીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવાએ બંગાળના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. આથી ખળભળાટ મચી ગયો છે.જો આવી રીતે ભાજપના સાંસદનો છોડશે તો ભાજપને કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવી મુશ્કેલ બનશે. હાલ ભાજપ એનડીએના બે પક્ષો પર નિર્ભય જોવા મળી રહી છે 

આ પણ વાંચો – સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *