વરસાદના પ્રકાર : ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે, અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા તાલુકામાં હળવો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે.શું તમે જાણો છો વરસાદના પ્રકાર કેટલા હોય છે.તો ચાલો આજે અમે તમને વરસાદના પ્રકારો જાણોવીશું.
ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે 12 પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે, તેના ઉપરથી કહેવત પણ બનેલ છે બારે મેઘ ખાંગા.. બાર પ્રકારના મેઘ આ મુજબ છે
(વરસાદના પ્રકાર)
1 ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
2 છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
3 ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
4 કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
5 પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
6 નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
7 મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
8 અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
9 મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
10 ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
11 પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
12 હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.
આમ બાર પ્રકારનો વરસાદ આવે ત્યારે ‘બારે મેઘ ખાંગા’ થયા કહેવાય. ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે, અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા તાલુકામાં હળવો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાતના 168 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધારે કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ ખાબક્યો
આ પણ વાંચો- સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા
આ પણ વાંચો- દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું તાંડવ, કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ,બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો
આ પણ વાંચો – અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઇને કરી આ મોટી આગાહી