ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા ચાંદીપુરા વાયરસના કેસ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ બાળકોને પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસથી લોકોમાં દહેશતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, પરતું આ વાયરસથી ડરવાની જરૂર નથી પણ તેની કાળજી રાખવી જરૂરી છે. સામાન્ય પણે ચોમાસામાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ જોવા મળે છે.
ચાંદીપુરા વાયરસ જાણો શું છે
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસ 0 માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે માખી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય માખી લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ગંદકી અને મચ્છરનો ઉરદ્વવ હોય છે ત્યાં ફેલાવવાની ભીતિ છે. કાચા મકાન અને ઘરની આજુબાજુએ ગંદકૂ કાદવ હોય ત્યાં ચાંદીપુરા વાયરસ ફેલાવવાની સંભાવના વધી જાય છે. આ રોગ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
- બાળકને સખત તાવ આવવોૉ
- ઝાડા, ઉલટી થવા
- ખેંચ આવવી
- અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
– બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહી.
– બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
– સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
– મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
નોંધનીય છે કે બાળકને તાવ આવે તો તેને તરજ જ હાલમાં સરકારી હોસ્પિટલમાં લઇને પહોંચી જાવ, આ રોગથી ગભરાવવાની જરૂર નથી તેના માટે થોડી કાળજી લેવાની જરૂર છે.