વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM STATEMENT BUDGET ) એ સામાન્ય બજેટને મધ્યમ વર્ગને બળ આપનારું બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને બળ આપનાર છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. આ એક એવું બજેટ છે જે દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોને મજબૂત કરશે. આ બજેટથી ( PM STATEMENT BUDGET) નાના વેપારીઓ અને MSME ને પ્રગતિનો નવો માર્ગ મળશે. પીએમ મોદીએ કહ્યું કે બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ફોકસ છે. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. દેશમાંથી ગરીબી દૂર કરવા માટે બજેટમાં ખાસ કાળજી રાખવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
નોંધનીય છે કે budget માં (PM STATEMENT BUDGET) સરકારે કહ્યું છે કે પહેલી નોકરી પર સરકાર દ્વારા સીધા EPFO ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર રોજગારને પ્રોત્સાહન આપવા માટે 3 પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરશે. મોટી કંપનીઓમાં યુવાનોના કૌશલ્યને સુધારવા માટે 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. ઈન્ટર્નને દર મહિને 5,000 રૂપિયા મળશે. ત્યારબાદ તે યુવાનોને દેશની ટોપ-500 કંપનીઓમાં નોકરીની તકો મળશે.સરકારે કહ્યું છે કે તે આગામી 5 વર્ષમાં રોજગાર અને કૌશલ્ય પ્રદાન કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
આ સિવાય સરકાર દ્વારા 2 લાખ કરોડ રૂપિયા માત્ર રોજગાર આપવા માટે ખર્ચવામાં આવશે. આગામી 5 વર્ષમાં 4 કરોડ નોકરીઓ આપવાનું સરકારનું લક્ષ્ય છે.કેન્દ્રીય બજેટ 2024-25માં નવ પ્રાથમિકતાઓની જાહેરાત કરી હતી. આ 9 પ્રાથમિકતાઓમાં ઉત્પાદકતા, રોજગાર, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન અને સુધારાનો સમાવેશ થાય છે. સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, સરકાર આબોહવાને અનુકૂળ બીજ વિકસાવવા માટે વ્યાપક સ્તરે સંશોધનની સમીક્ષા કરી રહી છે
આ પણ વાંચો-મોદી સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો કરતા GOLD 3,700 રુપિયા સસ્તું થયું