ગુજરાતમાં ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવમાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના લીઘે સ્થિતિ વધુ પેચીદી ન બને તે માટે સરકારે પહેલાથી જ અગમચેતી પગલાં લીધા છે.જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગિરનાર પર વધુ 5 ઈંચ વરસાદ ખાબકતા સોનરખ નદી અને કાળવો નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેને પગલે શહેરના મુખ્ય જળાશયો દામોદરકુંડ, વિલિંગડન ડેમ, નરસિંહ તળાવ વગેરે ઓવરફ્લો થવા પામ્યા હતા.
નોંધનીય છે કે સતત બીજા દિવેસે પણ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કુલ 19 ડેમ પૈકીના 9 જળાશયો ઓવરફ્લો થતા નીચાણ વિસ્તારમાં આવેલા કુલ 53 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાથી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે .
ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લામાં કુલ 25 સાયક્લોન શેલ્ટર પૈકીના 20 સાયક્લોન શેલ્ટર માંગરોળમાં અને 5 સાયક્લોન શેલ્ટર માળિયામાં ઉભા કરાયા છે. મહત્વનું છે કે એક સાયક્લોન શેલ્ટરમાં કુલ 550 વ્યક્તિને આશ્રય આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ શાળા, કોમ્યુનિટી હોલ, સમાજવાડી આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – રાજ્યમાં ભારે વરસાદને લીધે 45 લોકોને રેસ્ક્યુ કરાયા, NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય