WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રી ની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ જાય છે. WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કોઈપણ કૃત્રિમ સ્વીટનર, કુદરતી અથવા સિન્થેટીકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ન કરવો જોઈએ.સુગર ફ્રી ગોળીઓ સ્વાસ્થય માટે છે હાનિકારક કુદરતી ફળ સ્વીટનર વજન ઘટાડવા અને શરીરમાં કેલરીની માત્રા ઘટાડવા માટે વધુ ફાયદાકારક છે. જ્યારે કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં થયેલા એક સંશોધન મુજબ કૃત્રિમ ગળપણ પાચન તંત્ર અને આંતરડામાં રહેલા બેક્ટેરિયા પર નકારાત્મક અસર કરે છે. જેના કારણે વ્યક્તિની ભૂખ લાગવાની આદત પર અસર થાય છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે ખાંડને બદલે સુગર ફ્રી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ કરતી વખતે તેઓ અજાણ રહે છે કે તેનું વધુ પડતું સેવન તેમને સ્થૂળતા અને હૃદય સંબંધિત બીમારીઓ તરફ ધકેલી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, કૃત્રિમ ગળપણમાં કેલરી ઓછી હોઈ શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણી આડઅસરો લાવે છે. આમાં રહેલા રસાયણોથી શરીરમાં સોજો આવી શકે છે અને લીવર પણ નબળું પડી શકે છે. આવો જાણીએ સ્વાસ્થ્ય માટે આર્ટિફિશિયલ સ્વીટનર અને સુગર ફ્રી ગોળીઓ લેવાના શું નુકસાન છે.WHO ના રિપોર્ટ અનુસાર સુગર ફ્રીની ગોળીઓ સ્વાસ્થયને અસર કરે છે, સમગ્ર વિશ્વમાં લગભગ 400 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. સ્વાસ્થય માટે સુગર ફ્રીની ગોળી હાનિકારક હોવાથી તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ
આ પણ વાંચો- ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી
આ પણ વાંચો –RBIએ લીધો આ મોટો નિર્ણય, આ કંપનીઓને બેંક ખોલવાની મંજૂરી અપાશે નહીં