સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત વરસાદ

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી 4 કિમીનો લાંબો રન કાપવા લોકો મજબૂર બન્યા હતા. બીજી તરફ ખાડીની સામે પાર રહેતાં 40 પરિવારોને જળભરાવને લઇ હાલાકી ઉભી થઇ છે. માત્ર ચાર ઇંચ વરસાદથી બલેશ્વરની ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

ભારે વરસાદ થતા શહેરના VIP રોડ પર પાણી ભરાયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી અને કોલેજની બહાર પાણી ભરાવવાથી વાહન વ્યવહારમાં મુશ્કેલી ઉભી થઇ છે. તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે કડોદરા હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.. હાઇવે પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઇવે પર ઘૂંટણસમા ધસમસતા પાણી વહેતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

આ પણ વાંચો- દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું તાંડવ, કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ,બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *